28 May, 2024 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દસ રૂપિયાની નોટ
થોડાં વર્ષો પહેલાં હિન્દીમાં સોનમ ગુપ્તા બેવફા હૈ લખેલી દસ રૂપિયાની નોટનો ફોટો જબ્બર વાઇરલ થયો હતો. એ પછી સોનમ ગુપ્તા નામની અજાણી યુવતીને લઈને હજારો મીમ્સ આવ્યા હતા. હવે દસ રૂપિયાની નોટ પરના લખાણને કારણે વધુ એક લવ સ્ટોરી લોકપ્રિય બની છે. આ નોટ પર હિન્દીમાં નિશા નામની અજાણી યુવતીને સંબોધીને લખવામાં આવ્યું છે કે ‘નિશા, ૧૦ જૂન કો મેરી શાદી હૈ, પર મૈં તેરે બિના ઝિન્દા નહીં રહ સકતા. આજ રાત ૯ બજે આપકા નૂંહ બસ-સ્ટૉપ પર ઇન્તેજાર રહેગા.’ સ્વાભાવિકપણે જ આ મેસેજ દ્વારા પ્રેમી પોતાની પ્રેમિકા સાથે ભાગી જવા માટેનો છેલ્લો પ્રયાસ કરી રહ્યો છે. જોકે બન્ને ખરેખર ભાગી ગયાં કે નહીં એ જાણવા મળ્યું નથી, પણ દસ નંબરની નોટ ફરી એક વાર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.