કામ કરવાની ના પાડી એટલે મજૂરને ઝાડ પર ઊંધો લટકાવ્યો, રેઝરથી માથું મૂંડી નાખ્યું

27 October, 2024 11:50 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

મજૂરે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે એના આધારે ચારેયની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

ઝાંસીના એક ગામમાં રહેતા ૪૫ વર્ષના મજૂરને ટાકોરી ગામના કેટલાક લોકોએ અમાનવીય રીતે હેરાન કર્યો હતો. ટાકોરી ગામના વિજય, નકુલ, શત્રુઘ્ન અને કાલુ એ મજૂરને પાડરીમાં મજૂરીકામ કરવાને બદલે પોતાને ત્યાં મજૂરી કરવા કહેતા હતા. મજૂરે ના પાડી અને તે પાડરી ગામના ખેતરમાં મજૂરી કરવા જતો રહ્યો. આ ચારેય જણ ખેતરમાંથી તેને ઉઠાવીને પોતાના ગામમાં લઈ ગયા. રસ્તામાં તેને ખૂબ માર માર્યો અને ગામમાં પહોંચ્યા પછી તેને ઝાડ પર ઊંધો લટકાવી દીધો. એ પછી તેના મોઢામાં પાણી ભરી દીધું. નાકમાંથી પાણી નીકળવા માંડતાં તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. આટલો ત્રાસ ઓછો હોય એમ એ લોકોએ રેઝરથી તેનું માથું મૂંડી નાખ્યું અને ગામમાં ફેરવ્યો. આ ત્રાસનો વિડિયો સોશ્યલ મીડિયામાં ફર્યો હતો. મજૂરે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે એના આધારે ચારેયની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.

offbeat news uttar pradesh india national news Jhansi