બોલો, લાયન પણ કરે છે પોલ બૅલૅન્સિંગ ડાન્સ

06 October, 2024 11:06 AM IST  |  Macau | Gujarati Mid-day Correspondent

આ કૉમ્પિટિશનમાં વિશ્વભરના ઍક્રોબૅટિક એક્સપર્ટ્સ ભાગ લેવા આવે છે.

ઇન્ટરનૅશનલ લાયન ડાન્સ ચૅમ્પિયનશિપ

મકાઉમાં હાલમાં ઇન્ટરનૅશનલ લાયન ડાન્સ ચૅમ્પિયનશિપ ચાલી રહી છે એમાં બેથી ત્રણ જણની ટીમ એક જાયન્ટ સિંહ જેવો કૉસ્ચ્યુમ પહેરીને પોલ પર કૂદકા મારીને ઍક્રોબૅટિક ડાન્સ કરે છે. મકાઉમાં થઈ રહેલી આ કૉમ્પિટિશનમાં વિશ્વભરના ઍક્રોબૅટિક એક્સપર્ટ્સ ભાગ લેવા આવે છે.

ઓડિશામાં જોવા મળ્યો કાળો વાઘ

આપણે તો કેસરી-નારંગી રંગના જ વાઘ જોયા છે, પણ ભારતમાં કાળો વાઘ પણ છે એ પહેલી વાર જાણ્યું. ઓડિશાના સિમલીપાલ નૅશનલ પાર્કમાં આ કાળો વાઘ છે. એનો વિડિયો IFS અધિકારી સુશાંત નંદાએ અને પછી IFS અધિકારી પરવીન કાસવાને ઍક્સ પર મૂક્યો છે. વાઘની ચામડી કાળી છે અને એમાં બીજા વાઘને હોય છે એવા નારંગી રંગના પટ્ટા પણ છે. અધિકારી કાસવાને લખ્યું છે કે સિમલીપાલમાં સ્યુડો-મેલેનિસ્ટિક વાઘ જોવા મળે છે. આનુવંશિક પરિવર્તનને કારણે આ વાઘ દુર્લભ ગણાય છે. સત્તાવાર રીતે પહેલી વાર ૨૦૦૭માં સિમલીપાલ ટાઇગર રિઝર્વમાં દુર્લભ વાઘ શોધાયા હતા.

 વિદ્યાર્થીઓને વીકમાં માત્ર એક જ વાર બાથરૂમ-પાસ મળે

કૅલિફૉર્નિયામાં ગણિતના એક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ માટે એક નિયમ બનાવ્યો છે. તેનો વર્ગ ચાલતો હોય ત્યારે વિદ્યાર્થીઓને વીકમાં માત્ર એક જ વાર બાથરૂમ-પાસ મળે છે. જો તમે એનો પણ ઉપયોગ ન કરો તો એ બદલ એક્સ્ટ્રા ઍકૅડેમિક ક્રેડિટ પણ મળે છે.

offbeat news international news world news macau china