૭ ફુટ એક ઇંચ લાંબા ખલીની મુલાકાત બે ફુટ ૩ ઇંચની જ્યોતિ સાથે થઈ

19 May, 2024 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માત્ર બે ફુટ ત્રણ ઇંચની ઊંચાઈ ધરાવતી જ્યોતિને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે વિશ્વની સૌથી ઓછી હાઇટ ધરાવતી મહિલા જાહેર કરી છે

ધ ગ્રેટ ખલી નાગપુરની જ્યોતિ આમગે સાથે

જેની સામે નૉર્મલ હાઇટના લોકો પણ વામણા લાગે એવા ગ્રેટ ખલીની મુલાકાત વિશ્વની સૌથી ઓછી હાઇટ ધરાવતી યુવતી સાથે થાય તો શું થાય? આ સવાલનો જવાબ હાલમાં મળ્યો હતો. ધ ગ્રેટ ખલીએ હમણાં જ નાગપુરની જ્યોતિ આમગે સાથેની મુલાકાતનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. માત્ર બે ફુટ ત્રણ ઇંચની ઊંચાઈ ધરાવતી જ્યોતિને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે વિશ્વની સૌથી ઓછી હાઇટ ધરાવતી મહિલા જાહેર કરી છે. વિડિયોમાં જ્યારે ખલી એક હાથે જ્યોતિને ઊંચકી લે છે ત્યારે બન્નેના ચહેરા પર મજાનું સ્મિત રેલાય છે. ખલીએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા વિડિયોને અત્યાર સુધી દોઢ કરોડથી વધારે લોકો નિહાળી ચૂક્યા છે. 

offbeat videos offbeat news nagpur