24 August, 2024 01:24 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયામાં ગઈ કાલે એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં બે પુરુષ અને એક મહિલા પચીસ કિલો સોનાના દાગીના પહેરીને તિરુમાલામાં આવેલા હતાં. તિરુપતિ બાલાજીનાં દર્શન કરવા પહોંચ્યાં છે. બે પુરુષના ગળામાં સોનાની અનેક વજનદાર ચેઇન છે તો મહિલાએ પણ ગોલ્ડન સાડી પહેરી હોવાનું વિડિયોમાં જોવા મળ્યું હતું.
વિડિયોમાં દેખાતા પુરુષો પુણેના પિંપરી-ચિંચવડમાં રહેતા સની વાઘચૌરે અને સંજય ગુજર નામના ગોલ્ડન બૉય્ઝ હોવાનું જણાઈ આવ્યું હતું. આ બન્ને ફ્રેન્ડને સોનું ધારણ કરવાનો જબરો ક્રેઝ છે. તેમની પાસે સોનાના દાગીના ઉપરાંત ગોલ્ડન કલરની કાર અને મોબાઇલ ફોન પણ છે. ૩૪ વર્ષનો સની વાઘચૌરે બિઝનેસમૅનની સાથે ફિલ્મ અને ટીવી-શો ફાઇનૅન્સ કરે છે. તે કેટલાક ટીવી-શોમાં નાનકડી ભૂમિકામાં પણ જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સનીનો ફ્રેન્ડ સંજય ગુજર પણ ફિલ્મ-ફાઇનૅન્સરની સાથે મૉડલ અને ઍક્ટર છે.