વેચવા માટે લવાયેલી બકરી માલિકને વળગીને રડી પડી

20 July, 2022 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બકરી ઈદનો તહેવાર તાજેતરમાં ગયો હતો, એવામાં એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં વેચવા માટે લવાયેલી બકરીને એના માલિકે વેચી દીધા બાદ બકરી એના માલિકને ગળે વળગીને રડી રહી છે.

વેચવા માટે લવાયેલી બકરી માલિકને વળગીને રડી પડી

બકરી ઈદનો તહેવાર તાજેતરમાં ગયો હતો, એવામાં એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં વેચવા માટે લવાયેલી બકરીને એના માલિકે વેચી દીધા બાદ બકરી એના માલિકને ગળે વળગીને રડી રહી છે. વિડિયોમાં બકરી સામાન્ય બકરીની જેમ રડવાને બદલે અદ્દલ માણસની જેમ અવાજ કાઢીને રડી રહી છે. શુક્રવારે ટ્‍​િવટર પર પોસ્ટ કરાયેલા આ વિડિયોને અત્યાર સુધી ૨૪,૦૦૦ વ્યુઝ અને ૧૦૦ કરતાં વધુ લાઇક્સ મળી છે. 
ટ્‍​િવટર-યુઝરે વિડિયો ક્યાંનો છે એ જાહેર નથી કર્યું છતાં આ ફુટેજ હાલમાં ગયેલા બકરી ઈદના તહેવારનો છે એવી સ્પષ્ટતા કરી છે. જ્યારે બકરીને વેચવા માટે બજારમાં લાવવામાં આવી ત્યાર બાદ એ માલિકથી છૂટી પડી ત્યારે રડતી હતી. પશુઓ બોલી ન શકતાં હોવા છતાં તેઓ પણ સંવેદના અનુભવે છે અને માલિકને પ્રેમ કરે છે. માલિકથી છૂટાં પડતાં દુઃખ અનુભવે છે એ આ વિડિયો પરથી જોઈ શકાય છે. એમનામાં પણ લાગણી હોય છે અને એ જાણે સમજી જાય છે કે હવે એનો અંત નજીક છે. માત્ર ૨૧ સેકન્ડના આ વિડિયોમાં બકરી જે રીતે માલિકના ખભા પર માથું મૂકીને માણસની જેમ રડતી હોય છે એ જોઈને માલિક તેમ જ આસપાસ હાજર તમામ લોકો દુઃખની લાગણી અનુભવે છે. 
ટ્‍​િવટર-યુઝર્સ બકરીનું શું થયું એ જાણવા ઉત્સુક છે. એક યુઝરે પૂછ્યું હતું કે ‘હજી પણ તું આ બકરીને વેચવા માગે છે?’ એક અભ્યાસ મુજબ બકરીઓ પણ સંવેદના અનુભવે છે અને માણસના ચહેરાના વિવિધ ભાવો ઓળખી જાય છે.

offbeat news bakri eid