ગર્લફ્રેન્ડે ભૂલ કરી અને બૉયફ્રેન્ડે કરોડોપતિ બનવાનો ચાન્સ ગુમાવ્યો

10 February, 2024 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રિટનનો જેકબ સાઇમન ઘણાં વર્ષોથી લૉટરીની ટિકિટ ખરીદતો હતો

પ્રતીકાત્મક તસવીર

અમીર બનવાની ઇચ્છા દરેકેદરેકને હોય છે, પરંતુ હાથમાં આવેલા પૈસા ચાલ્યા જાય તો કેવું લાગે? એક કે બે લાખ રૂપિયાની નહીં, બલકે કરોડો રૂપિયાની વાત છે. એક શખ્સ કરોડપતિ બની જાત, પરંતુ તેની ગર્લફ્રેન્ડે કરેલી ભૂલને પરિણામે તેણે કરોડો રૂપિયાથી હાથ ધોવા પડ્યા. હવે બન્ને પસ્તાઈ રહ્યાં છે.

બ્રિટનનો જેકબ સાઇમન ઘણાં વર્ષોથી લૉટરીની ટિકિટ ખરીદતો હતો. દર વખતે તે એક જ નંબરની લૉટરીની ટિકિટ લેતો હતો અને આજ સુધી તેને લૉટરી લાગી નહોતી. થોડા દિવસ પૂર્વે તેણે લૉટરીની ટિકિટ ખરીદી હતી અને એ જ નંબર રાખ્યા હતા જે અગાઉની ટિકિટમાં હતા. લૉટરીનું રિઝલ્ટ ‍આવ્યું ત્યારે તેની ખુશીનો પાર રહ્યો નહોતો, કેમ કે તેને ૭૫ લાખ પાઉન્ડ (૭૮ કરોડ રૂપિયા)નું ઇનામ લાગ્યું હતું. જોકે તેણે ગર્લફ્રેન્ડને આ બાબતે જણાવ્યું ત્યારે ખુશીને બદલે ગમગીની વ્યાપી ગઈ હતી. ગર્લફ્રેન્ડ ચેન્ટેલ એવોસાને થયું કે દર વખતે ઇનામ લાગતું નથી એટલે તેણે છેલ્લી ઘડીએ ભાગ્યશાળી આંકડા બદલી નાખ્યા હતા એને પરિણામે જેકબ કરોડપતિ ન બની શક્યો.

offbeat news international news great britain