સાંભળી ન શકતી સુંદરી પહેલી વાર બની મિસ સાઉથ આફ્રિકા

14 August, 2024 03:02 PM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

મિસ સાઉથ આફ્રિકાનો ખિતાબ મેળવ્યા પછી મિઆએ આશા સાથે કહ્યું હતું કે ‘મને સાંભળી ન શકતી સાઉથ આક્રિફન યુવતી હોવાનો મને ગર્વ છે.

મિઆ લ રૉક્સ

તાજેતરમાં સાઉથ આફ્રિકાની સૌંદર્યસ્પર્ધામાં ઇતિહાસ રચાયો. પહેલી વાર સાંભળી ન શકતી હોય એવી યુવતીને મિસ સાઉથ આફ્રિકાનો તાજ પહેરાવવામાં આવ્યો. એ કન્યા છે ૨૮ વર્ષની મિઆ લ રૉક્સ. મિઆ જન્મી એના એક વર્ષ બાદ તે જન્મથી જ સાંભળી નથી શકતી એવું નિદાન થયું હતું. એ પછી બાળપણમાં જ તેણે કૉક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવ્યું હોવાથી એ થોડું સાંભળી શકતી થઈ હતી. આ સુંદરીને તાજ પહેરાવવામાં આવ્યો એ પહેલાં સ્પર્ધાના આયોજકો ખૂબ દ્વિધામાં હતા. મિસ સાઉથ આફ્રિકાનો ખિતાબ મેળવ્યા પછી મિઆએ આશા સાથે કહ્યું હતું કે ‘મને સાંભળી ન શકતી સાઉથ આક્રિફન યુવતી હોવાનો મને ગર્વ છે. મારો આ ખિતાબ આર્થિક અને શારીરિક રીતે સ્પેશ્યલ સ્ટેટસ ધરાવતા લોકો માટે આશાના કિરણ સમાન છે.’

offbeat news africa miss world international news life masala