આ મગર તો ઘરના સ્વિમિંગ પૂલમાંથી મળી આવ્યો

20 May, 2022 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ફ્લૉરિડામાં વહેલી સવારે એક પરિવારના ઘરના બૅકયાર્ડમાં આવેલા  સ્વિમિંગ-પૂલમાં ૧૦ ફુટ લાંબો અને ૨૪૯ કિલો વજન ધરાવતો મગર તરતો જોવા મળ્યો હતો.

આ મગર તો ઘરના સ્વિમિંગ પૂલમાંથી મળી આવ્યો

અમેરિકાના ફ્લૉરિડામાં વહેલી સવારે એક પરિવારના ઘરના બૅકયાર્ડમાં આવેલા  સ્વિમિંગ-પૂલમાં ૧૦ ફુટ લાંબો અને ૨૪૯ કિલો વજન ધરાવતો મગર તરતો જોવા મળ્યો હતો.
  શાર્લોટ કાઉન્ટીના રહેવાસીઓ તેમના ઘરના વરંડામાંથી આવતા અવાજથી જાગીને જોવા ગયા ત્યારે તેમના સ્વિમિંગ-પૂલમાં એક કદાવર મગરમચ્છ તરી રહ્યો હતો.  
શાર્લોટ કાઉન્ટીના શૅરિફની ઑફિસ દ્વારા કદાવર એલિગેટરનો સ્વિમિંગ-પૂલમાં તરતો તેમ જ ત્રણ વાઇલ્ડ લાઇફ અધિકારીઓ દ્વારા એને પકડવાની કોશિશ કરતો વિડિયો ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડિયો શૅર કર્યા બાદ અધિકારીઓએ લોકોને વૉટર સેફ્ટી ટિપ આપતાં જણાવ્યું હતું કે ‘કોઈ પણ સ્વિમિંગ-પૂલમાં નાહવા માટે ઊતરતાં પહેલાં એમાં મગર છે કે નહીં એ ચકાસી લેજો. અમેરિકામાં મગરનો આ સંવનનકાળ ચાલે છે. દરમ્યાન ઘણી જગ્યાએ મગર દેખાવાની ઘટના બને છે.’

offbeat news