આ ડબ્બામાં ઇટલીના કોમો તળાવની તાજી હવા ભરેલી છે, ૧૧ ડૉલરમાં વેચાય છે

07 November, 2024 02:13 PM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

આઇસલૅન્ડમાં પણ પ્રવાસીઓ હવાનો ડબ્બો ખરીદી શકે છે.

તાજી હવાનું કૅન

આપણે ક્યાંક ફરવા જઈએ તો યાદગીરીરૂપે ત્યાંની પ્રખ્યાત અને જાણીતી વસ્તુ લાવતા હોઈએ છીએ. ઘણાં એવાં સ્થળો કુદરતી સૌંદર્ય, તાજગી અને પ્રકૃતિથી છલોછલ ભરેલાં હોય છે, પણ એનાં સ્મરણો આપણે આંખ અને હૃદયમાં જ સાચવી શકીએ છીએ, ઘરે લઈ જવાનું અશક્ય હોય છે, પણ ઇટલીમાંથી એવી સ્મૃતિ પણ હવે ઘરે લઈ આવી શકાશે. ત્યાંની કમ્યુનિકેશન કંપની ઇટલી કમ્યુનિકાએ પ્રયોગ કર્યો છે ત્યાંના અત્યંત રમણીય કોમો લેકની તાજી હવા વેચવાનો. હા, આ કંપનીએ એક ડબ્બામાં કોમો તળાવની તાજી હવા વેચવાનું શરૂ કર્યું છે. ૧૧ ડૉલરમાં આ કૅન વેચાય છે. એક કૅનમાં ૪૦૦ મિલીલીટર ૧૦૦ ટકા પ્રમાણિત હવા ભરેલી હોવાનો દાવો કંપનીએ કર્યો છે. જોકે હવા વેચવાનો વેપાર નવો નથી. ૨૦૨૦માં એક કંપનીએ બ્રિટનના રહેવાસીઓને ઘરની સુગંધ મળે એ માટે ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, વેલ્સ અને ઉત્તર આયરલૅન્ડથી હવાની બૉટલ વેચવાનું શરૂ કર્યું છે. આઇસલૅન્ડમાં પણ પ્રવાસીઓ હવાનો ડબ્બો ખરીદી શકે છે.

offbeat news italy international news world news travel news