વાહ, બરેલી કા બૅલૅન્સમૅન

03 October, 2025 09:30 AM IST  |  Bareilly | Gujarati Mid-day Correspondent

વિડિયો લેનાર વ્યક્તિ બોલે છે, ‘અમે બરેલીવાળા છીએ. અમારી પાસેથી કંઈક શીખો.’

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક બાઇકર માથા પર કાચા સમોસા ભરેલી ટ્રે લઈને જાય છે. સાંકડી ગલી છે અને એમાં સામેથી વાહનો પણ ઘણાં આવે છે અને માણસો પણ વચ્ચે-વચ્ચે ચાલી રહ્યા છે. એવામાં બાઇકર બાઇક ચલાવતી વખતે માથા પરની સમોસા ભરેલી ટ્રેને મસ્ત સંતુલિત રાખે છે. વિડિયો લેનાર વ્યક્તિ બોલે છે, ‘અમે બરેલીવાળા છીએ. અમારી પાસેથી કંઈક શીખો.’

national news india viral videos social media offbeat news bareilly