આસામમાં આવેલા ૭૦૦ વર્ષ જૂના મોઇદામને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી

27 July, 2024 02:23 PM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

આ આસામની ત્રીજી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.

મોઇદામ

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ભારતના વધુ એક સ્થાનનો ઉમેરો કરવામાં આવ્યો છે. દુનિયાના ૧૬૮ દેશમાંથી ૧૧૯૯ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે અને એમાંથી ભારતમાં ૪૪ જગ્યા છે. એમાંની એક જગ્યા છે આસામનું ૭૦૦ વર્ષ જૂનું મોઇદામ. આ જગ્યાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવાનું નૉમિનેશન ૧૦ વર્ષ પહેલાં મોકલવામાં આવ્યું હતું. કાઝીરંગા અને માનસ નૅશનલ પાર્ક બાદ પહેલી વાર નૉર્થઈસ્ટ તરફથી આ જગ્યાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ આસામની ત્રીજી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. મોઇદામ આસામની પટકાળ રેન્જમાં છે. તાઇ-અહોમ કમ્યુનિટીની રૉયલ ફૅમિલીને મૃત્યુ પામ્યા બાદ એમાં દફનાવવામાં આવી હતી. એ જગ્યાએ એવા ૯૦ મોઇદામ છે. આ મોઇદામને ઇજિપ્તના પિરામિડ સાથે સરખાવવામાં આવે છે. ફરક એટલો છે કે પિરામિડ બહાર હોય છે અને મોઇદામમાં બાંધકામ જમીનમાં હોય છે. જમીનમાં રૂમ બનાવવામાં આવે છે અને એના પર માટીથી રાઉન્ડમાં ઢાંકી દેવામાં આવે છે. એમાં એક દરવાજો પણ રાખવામાં આવે છે. હૉલીવુડની ફિલ્મ ‘ધ હોબિટ’માં જે રીતે જમીનમાં ઘર બનાવવામાં આવ્યાં હતાં એ રીતે અહીં રૂમ બનાવવામાં આવી છે. ફરક એટલો છે કે ફિલ્મમાં જીવતા લોકો રહેતા હતા અને અહીં મૃત્યુ બાદ એમાં રાખવામાં આવે છે. મોઇદામની હાઇટ કેટલી મોટી રાખવી એ કઈ વ્યક્તિ મૃત્યુ પામી છે એના સ્ટેટસ અનુસાર હોય છે. સૌથી મોટું અને ઊંચું મોઇદામ કિંગ અને ક્વીન હોય છે. મૃત્યુ બાદના જીવનમાં એટલે કે આફ્ટર લાઇફમાં જે-જે વસ્તુની જરૂર પડી શકે એને મોઇદામમાં મૃતદેહ સાથે રાખવામાં આવતી હતી.

offbeat news assam unesco life masala