13 September, 2024 03:36 PM IST | Thailand | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયામાં શિક્ષકે સ્ટુડન્ટ્સને કરેલી પનિશમેન્ટનો વિડિયો એટલો વાઇરલ થયો છે કે થાઇલૅન્ડના આ શિક્ષકને નોકરીથી હાથ ધોવા પડ્યા. વાત કંઈક એમ હતી કે થાઇલૅન્ડની એક સ્કૂલના ૬૬ સ્ટુડન્ટ્સે સ્કૂલની હેરપૉલિસી મુજબ વાળ કપાવ્યા નહોતા. તેમના વાળ બહુ લાંબા હોવાથી ટીચરે તેમને સજા કરીને સબક શીખવવા માટે તેમના માથાના પાછળના ભાગ પર રેઝર ફેરવી દીધું હતું. એક નહીં, ૬૬ વિદ્યાર્થીઓના માથાના ઉપરના ભાગમાંથી વાળ કાઢીને મોટી ટાલ પાડી દીધી. આ સજાથી વિદ્યાર્થીઓ માનસિક આઘાતમાં સરી પડ્યા હતા. સ્ટુડન્ટ્સના પેરન્ટ્સે સામૂહિક ફરિયાદ કરતાં સ્કૂલ મૅનેજમેન્ટે શિક્ષક સામે પગલાં લીધાં. સ્ટુડન્ટ્સના માથે આ ટાલ કાયમી રહી જશે એવો ભય ફેલાતાં તેમના પેરન્ટ્સે આ બાબતે પણ ઉપાડો લીધો હતો. જોકે આ વિડિયો વાઇરલ થતાં એક સ્થાનિક હેરડ્રેસરે આ બાળકોને ફ્રીમાં હેરકટ કરી આપવાની અને ફરીથી શેવ કરેલી જગ્યાએ પ્રૉપર્લી વાળ ઊગે એવી ટ્રીટમેન્ટ કરી આપવાની તૈયારી બતાવી છે.