ટૉપ ફ્લોર પરનો સ્વિમિંગ-પૂલ છલકાઈ રહ્યો હતો ત્યારે કાચ સાફ કરતો ક્લીનર બિલ્ડિંગની બહાર અધવચ્ચે લટકી રહ્યો હતો

02 April, 2025 02:30 PM IST  |  Bangkok | Gujarati Mid-day Correspondent

શુક્રવારે થાઇલૅન્ડમાં આવેલા ભીષણ ધરતીકંપે બૅન્ગકૉકને જબરદસ્ત ધ્રુજાવી દીધું હતું. લોકો જીવ બચાવવા માટે દોડીને બિલ્ડિંગોની બહાર આવી રહ્યા હતા અને બહુમાળી ઇમારતોની ઉપરના લક્ઝુરિયસ સ્વિમિંગ-પૂલમાંથી પાણી છલકાઈને નીચે ધધુડો પડવા લાગ્યો હતો.

બહુમાળી ઇમારત

શુક્રવારે થાઇલૅન્ડમાં આવેલા ભીષણ ધરતીકંપે બૅન્ગકૉકને જબરદસ્ત ધ્રુજાવી દીધું હતું. લોકો જીવ બચાવવા માટે દોડીને બિલ્ડિંગોની બહાર આવી રહ્યા હતા અને બહુમાળી ઇમારતોની ઉપરના લક્ઝુરિયસ સ્વિમિંગ-પૂલમાંથી પાણી છલકાઈને નીચે ધધુડો પડવા લાગ્યો હતો. આ ઘટના વખતનો વિન્ડો ક્લીનરનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. હાઇરાઇઝ બિલ્ડિંગની કાચની દીવાલો સાફ કરવા માટે સેફ્ટી હાર્નેસ પહેરીને ઊતરેલા વિન્ડો ક્લીનર પર પાણીનો ધોધ પડે છે અને ક્લીનર ધ્રૂજી રહેલા બિલ્ડિંગને પકડીને બચવાની કોશિશ કરી રહ્યો છે. જોતાં પણ રૂંવાડાં ખડાં થઈ જાય એવી ઘટનામાં ક્લીનરના શું હાલ થયા હશે?

bangkok thailand earthquake offbeat videos offbeat news