21 November, 2024 04:23 PM IST | Tehran | Gujarati Mid-day Correspondent
ફેમસ થવા માટે યુવતી માત્ર આંતરવસ્ત્રોમાં રિપોર્ટિંગ કરવા નીકળી
ઈરાનમાં સ્ત્રીઓ માટે બુરખો ફરજિયાત છે. તેહરાનની યુનિવર્સિટીમાં એક મહિલા આંતરવસ્ત્રો પહેરીને આવી હતી અને તેણે બુરખાપ્રથાનો વિરોધ કર્યો હતો. એ મહિલાએ તો સ્ત્રીસ્વાતંત્ર્ય માટે અવાજ ઉઠાવ્યો હતો, પણ એક મહિલા તો ફેમસ થવા માટે આંતરવસ્ત્રો પહેરીને રસ્તા પર નીકળી પડી હતી. હાથમાં માઇક લઈને લોકોને પૂછી રહી છે કે હું આવાં કપડાં પહેરીને રિપોર્ટિંગ કરું છું એ મારે માટે કેટલું યોગ્ય છે? આ મહિલાનો વિડિયો કોઈએ સોશ્યલ મીડિયા ઍક્સ પર મૂક્યો છે. વિડિયો જોતાંની સાથે જ અનેક લોકો આ મહિલાની ટીકા કરી રહ્યા છે.