11 May, 2024 01:55 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૨૦૨૦માં યુરોપિયન યુનિયન (EU)માંથી એક્ઝિટ લીધા બાદ બ્રિટનને ટૅક્સ-ફ્રી શૉપિંગ બંધ કરવાનો નિર્ણય મોંઘો પડી રહ્યો છે. UKમાં મોટા પાયે શૉપિંગ કરવા આવતા પ્રવાસીઓ હવે પૅરિસ, મિલાન અને મેડ્રિડ તરફ વળ્યા છે. ૨૦૨૧ પહેલાં યુરોપિયન યુનિયનની બહારના દેશોમાંથી UK આવતા પ્રવાસીઓ વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT) રીક્લેમ કરી શકતા હતા જેથી બૉન્ડ સ્ટ્રીટ અને નાઇટ્સબ્રિજ જેવા લંડનના આઇકોનિક જિલ્લા ખરીદદારોથી ઊભરાતા હતા. બ્રેક્ઝિટને લીધે આ બેનિફિટ મળવાનો બંધ થઈ જતાં બ્રિટિશ રીટેલર્સને યુરોપિયન દેશોની સરખામણીમાં નુકસાન થઈ રહ્યું છે. ૨૦૧૯માં UKમાં ૧,૬૨,૦૦૦ નૉન-EU પ્રવાસીઓએ VAT રીફન્ડનો દાવો કર્યો હતો. ૨૦૨૩ સુધીમાં ૩૪,૦૦૦ લોકોએ UKને બદલે EUમાં ટૅક્સ-ફ્રી શૉપિંગ કરવાનું પસંદ કર્યું હતું.