સ્વીડનના એક શહેરમાં ભીખ માગવા માટે પણ ફી ચૂકવીને લાઇસન્સ લેવું પડે છે

09 October, 2024 05:38 PM IST  |  Sweden | Gujarati Mid-day Correspondent

આપણે ત્યાં ડ્રાઇવિંગનું લાઇસન્સ હોય, ગન-રિવૉલ્વરનું લાઇસન્સ હોય, પણ ભીખ માગવાનું લાઇસન્સ હોય એવું સાંભળ્યું છે ક્યારેય? આપણે ત્યાં તો રેલવે-સ્ટેશન, બસ-સ્ટૅન્ડ, મંદિર-મસ્જિદ, દરેક ઠેકાણે ભિક્ષુકો ગમે ત્યાં ગમે ત્યારે હાથ લાંબો કરતા હોય છે.

પ્રતીકાત્મક તસવીર

આપણે ત્યાં ડ્રાઇવિંગનું લાઇસન્સ હોય, ગન-રિવૉલ્વરનું લાઇસન્સ હોય, પણ ભીખ માગવાનું લાઇસન્સ હોય એવું સાંભળ્યું છે ક્યારેય? આપણે ત્યાં તો રેલવે-સ્ટેશન, બસ-સ્ટૅન્ડ, મંદિર-મસ્જિદ, દરેક ઠેકાણે ભિક્ષુકો ગમે ત્યાં ગમે ત્યારે હાથ લાંબો કરતા હોય છે. તેમને કોઈ રોકટોક નથી હોતી, પરંતુ યુરોપિયન દેશ સ્વીડનમાં એસ્કિલસ્ટુના નામનું શહેર છે ત્યાં એવું નથી. ત્યાં ભીખ માગવા માટે પણ લાઇસન્સ લેવું પડે છે. સ્વીડનના પાટનગર સ્ટૉકહોમની પશ્ચિમ દિશાએ આવેલા એસ્કિલસ્ટુના શહેરની વસ્તી માંડ એકાદ લાખની છે. ૨૦૧૯થી અહીં ભિક્ષુકવૃત્તિ કરવા માટે લાઇસન્સ ફરજિયાત કરી દેવાયું છે. એ માટે એક આઇડી કાર્ડ અને ૨૫૦ સ્વીડિશ ક્રોના (લગભગ ૨૦૨૬ રૂપિયા) ફી ચૂકવવાની હોય છે. લાઇસન્સ પ્રથા શરૂ કરવા પાછળનું સરકારનું કારણ પણ વાજબી છે. કોઈ રોકટોક વિના ભીખ માગવા કરતાં લાઇસન્સ પ્રથા શરૂ કરીને સરકારે ભિક્ષુકવૃત્તિને અઘરી બનાવવી છે. શહેરમાં કેટલા લોકોને ભીખ માગવાની જરૂર પડે છે એની પણ શાસકોને ખબર પડશે અને એવા લોકોનો સંપર્ક કરીને તેમને જરૂરિયાત પ્રમાણેની મદદ કરવી હશે તો પણ એ માટે સરળતા રહેશે. લાઇસન્સ પ્રથાની અસર એવી થઈ છે કે કેટલાક લોકોએ ભીખ માગવાને બદલે નાનાં-મોટાં કામ શોધવાનું શરૂ કરી દીધું છે.

sweden europe international news news offbeat news