ડૉક્ટરની ભૂલથી દરદીએ જીવ ખોયો બરોળને બદલે લિવર કાઢી નાખ્યું

06 September, 2024 05:14 PM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

ફ્લૉરિડામાં ૭૦ વર્ષના વિલિયમ બ્રાયન પત્ની બેવર્લી સાથે ભાડાનું મકાન જોવા ગયા હતા. ત્યાં એકાએક તેમને પેટમાં દુખાવો ઊપડ્યો. વૃદ્ધ દંપતી તાત્કાલિક એસેન્શન સેક્રેડ હાર્ટ એમરાલ્ડ કોસ્ટ હૉસ્પિટલ પહોંચ્યું.

ડૉક્ટરની ભૂલથી દરદીએ જીવ ખોયો બરોળને બદલે લિવર કાઢી નાખ્યું

ફ્લૉરિડામાં ૭૦ વર્ષના વિલિયમ બ્રાયન પત્ની બેવર્લી સાથે ભાડાનું મકાન જોવા ગયા હતા. ત્યાં એકાએક તેમને પેટમાં દુખાવો ઊપડ્યો. વૃદ્ધ દંપતી તાત્કાલિક એસેન્શન સેક્રેડ હાર્ટ એમરાલ્ડ કોસ્ટ હૉસ્પિટલ પહોંચ્યું. બ્રાયનને પ્લીહા (બરોળ)ની બીમારી હોવાની ખબર પડી એટલે તાત્કાલિક દાખલ કર્યા અને ઑપરેશન કરવું પડશે એવું ડૉક્ટરે કહ્યું. ઑપરેશનથી બીમારી દૂર થઈ જશે એવું બ્રાયને વિચાર્યું હતું, પરંતુ એવું થયું નહીં. ઑપરેશન દરમ્યાન હૉસ્પિટલના જનરલ સર્જ્યન ડૉ. થૉમસ શાકનોવ્સ્કીએ ભૂલથી બ્રાયનની બરોળ કાઢવાને બદલે લિવર કાઢી નાખ્યું. ડૉક્ટરની ગફલતને કારણે અતિશય લોહી વહેવા માંડ્યું અને ઑપરેશન થિયેટરમાં જ બ્રાયને દમ તોડ્યો. આવી અક્ષમ્ય ભૂલ કર્યા પછી હૉસ્પિટલે લિવરને મોટી થઈ ગયેલી બરોળ ગણાવીને ભૂલ સંતાડવાનો પ્રયાસ કર્યો હતો. બેવર્લીના વકીલે કહ્યું કે લિવર કાઢતી વખતે મુખ્ય રક્તવાહિની જ કાપી નાખી હતી એટલે અતિશય લોહી વહી ગયું અને બ્રાયન મૃત્યુ પામ્યા. ડૉ. શાકનોવ્સ્કીએ ૨૦૨૩માં પણ આવી જ ભૂલ કરીને એક દરદીના શરીરમાંથી એડ્રિનલ ગ્લૅન્ડને બદલે સ્વાદુપિંડનો ભાગ કાઢી નાખ્યો હતો.

offbeat news florida international news national news