સુપ્રીમ કોર્ટે ચુકાદામાં પ્રેગ્નન્ટ મહિલાને બદલે ‘પ્રેગ્નન્ટ વ્યક્તિ’ શબ્દનો ઉપયોગ શા માટે કર્યો?

10 May, 2024 09:19 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મહિલાઓ ઉપરાંત અન્ય જાતિ જેમ કે નૉન-બાઇનરી અથવા ટ્રાન્સજેન્ડર પુરુષ પણ પ્રેગ્નન્ટ હોઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર

૧૪ વર્ષની સગીરાના ગર્ભપાતના મામલે ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે પ્રેગ્નન્ટ મહિલાને બદલે ‘પ્રેગ્નન્ટ વ્યક્તિ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડના વડપણ હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ૧૪ વર્ષની રેપ-સર્વાઇવરને વિશેષ સત્તા હેઠળ ૩૧ અઠવાડિયાંની પ્રેગ્નન્સી સમાપ્ત કરવાની મંજૂરી આપી હતી. બેન્ચે બાવીસ પાનાંનો ચુકાદો આપતી વખતે જણાવ્યું હતું કે અમે ‘પ્રેગ્નન્ટ વ્યક્તિ’ શબ્દનો ઉલ્લેખ કરીએ છીએ, કેમ કે મહિલાઓ ઉપરાંત અન્ય જાતિ જેમ કે નૉન-બાઇનરી અથવા ટ્રાન્સજેન્ડર પુરુષ પણ પ્રેગ્નન્ટ હોઈ શકે છે.

offbeat videos offbeat news supreme court