31 January, 2023 11:42 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
દિવ્યાંગ સ્ટુડન્ટને મિત્રોએ આપ્યો રોબોટિક હાથ
અમેરિકાના એક દિવ્યાંગ સ્ટુડન્ટ સેર્ગિયો પેરાલ્ટાને તેના સહાધ્યાયીઓ પાસેથી મિત્રતાના સંકેતરૂપે રોબોટિક હાથ મળ્યો છે. આ ગિફ્ટે ન તો માત્ર લાખો નેટિઝન્સનાં દિલ જીત્યાં છે. સેર્ગિયોએ જ્યારે સૌપ્રથમ નેશવિલ નજીકની હૅન્ડરસન હાઈ સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેનો જમણો હાથ પૂરી રીતે બંધાયો ન હોવાથી તે પોતાના હાથને છુપાવી રાખતો હતો. ઘણા લોકો તેના હાથને શું થયું છે એવો પ્રશ્ન કરતા હતા, પરંતુ ‘જન્મથી મારો હાથ આવો જ છે’ કહીને વાત ટાળી દેતો હતો. સતત લોકોના પ્રશ્નોથી અસુરક્ષા અનુભવતા ૧૫ વર્ષના સેર્ગિયોના એન્જિનિયરિંગના શિક્ષક જેફ વિલ્કિન્સને જ્યારે તેની શારીરિક ખોડ વિશે જાણ થઈ ત્યારે તેમણે તેની મદદ કરવાનું વિચાર્યું. તેમણે તેમના એન્જિનિયરિંગ ક્લાસને સેર્ગિયો પેરાલ્ટા માટે રોબોટિક હાથ તૈયાર કરવાની અસાઇનમેન્ટ આપી. આ સ્ટુડન્ટે આગામી ચાર અઠવાડિયાંમાં સેર્ગિયો માટે પ્રોસ્થેટિક હાથની ડિઝાઇન, 3D પ્રિન્ટિંગ કરવાનું અને કદ આપવાનું કાર્ય શરૂ કર્યું. સર્ગિયો જણાવે છે કે હું આ સ્ટુડન્ટ્સને ઓળખતો નહોતો, મારા ટીચરે જ તેમની સાથે ઓળખાણ કરાવી હતી, પણ પછીથી તેમની સાથે મિત્રતા બંધાઈ ગઈ હતી.