11 October, 2024 06:08 PM IST | Agra | Gujarati Mid-day Correspondent
ગાંધીજીનો ચરખો
આગરા ફરવા જાઓ તો ત્યાં ચાર રસ્તા પર નોખા પ્રકારનો ભારતનો નકશો જોવા મળશે, રામ મંદિર, શંકર ભગવાનનું ડમરુ, ગાંધીજીનો ચરખો, સ્વચ્છ ભારત અભિયાનનો લોગો, અમર જવાન જ્યોતિ વગેરે કલાકૃતિઓ પણ જોવા મળશે. આ બધી કલાકૃતિઓ હોર્ડિંગની ફ્રેમ, બગડી ગયેલી ગાડીઓ, સ્ટ્રીટલાઇટ અને પાઇપ જેવા ભંગારમાંથી બની છે. આગરા નગરપાલિકાએ શહેરને સુંદર બનાવવા માટે કરેલી પહેલ પર્યાવરણના જતન માટે પણ કામ લાગી ગઈ છે. આખા શહેરમાંથી નીકળેલા ઈ-વેસ્ટ સહિતના કચરામાંથી કલાકાર સરફરાઝ અલી અને ફિરોઝ ખાને આ બધી કૃતિઓ બનાવી છે.