સ્ટારબક્સમાં કૉફી પીવી પડી ભારે, કપલને ચૂકવવા પડ્યા લાખો રૂપિયા, ખાલી થયું ખાતું

10 February, 2023 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ કપલે એક લોકલ સ્ટારબક્સ ડ્રાઈવ-થ્રૂમાં માત્ર બે કપ કૉફી માટે $4,000 (લગભગ રૂ. 3,30,192)નું પેમેન્ટ કર્યું. સામાન્ય રીતે તેમનો ઑર્ડર લગભગ 825 રૂપિયાનો થાય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

કૉફી વિશ્વભરમાં લોકપ્રિય છે. આ કારણ છે કે આજના સમયમાં સ્પેશિયલી કૉફી માટે પણ તમને અનેક દુકાનો જોવા મળી જશે. આ દુકાનોમાં મળતી કૉફીના ભાવ પણ ચોંકાવનારા હોય છે, જો કે તેમ છતાં લોકો ત્યાં કૉફી પીવા જાય છે અને તેમને અહીં કૉફી પીવી ગમે છે. પણ શું તમે ક્યારેય એવી કૉફી પીધી છે કે જેની કિંમત લગભગ 4 લાખ હોય? સાંભળીને ચોંકી ગયા ને? હકિકતે ઓક્લાહોમાના એક કપલે દાવો કર્યો છે કે તેમણે એક કૉફી ઑર્ડર માટે સામાન્ય કરતા ખૂબ જ વધારે પેમેન્ટ આપવું પડ્યું. આ કપલે એક લોકલ સ્ટારબક્સ ડ્રાઈવ-થ્રૂમાં માત્ર બે કપ કૉફી માટે $4,000 (લગભગ રૂ. 3,30,192)નું પેમેન્ટ કર્યું. સામાન્ય રીતે તેમનો ઑર્ડર લગભગ 825 રૂપિયાનો થાય છે.

WSMV4ના એક રિપૉર્ટ પ્રમાણે, જેસી અને ડીડી ઓ`ડેલને 7 જાન્યુઆરીના 4,456.27  ડૉલર (લગભગ 3,67,847 રૂપિયા)નું બિલ ચૂકવવું પડ્યું, પણ તે આ વાતથી સાવ અજાણ્યા હતા. તેમને આ વાતની ખબર પડી ત્યારે લાગ્યું કે તેમણે કાર્ડથી તેમણે બીજી જગ્યાએ પેમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ પેમેન્ટ થઈ શક્યું નહીં.

જેસીએ ખુલાસો કર્યો કે કૉફીહાઉસના કસ્ટમર કૅરને અનેકવાર કૉલ કર્યા છતાં પણ તેમણે પૈસા પાછાં આપ્યા નહીં. જેસીએ કહ્યું, "અમે તેમની (સ્ટારબક્સ) કસ્ટમર કૅર હેલ્પલાઈન સાથે તે દિવસે લગભગ 30થી 40 વાર કનેક્ટ કર્યો, તેમણે પૈસા પાછા આપવાની વાત કહી, પણ આજ સુધી તેમણે કોઈ પૈસા પાછા આપ્યા નહીં." કપલે આનો રિપૉર્ટ તુલસા પોલીસ સ્ટેશનમાં પણ દાખલ કરાવ્યો.

આ પણ વાંચો : સાડાત્રણ મહિનાનું રિસર્ચ અને લેહ સુધીની જર્ની કરી અંબાજી મંદિર માટે બનાવાઈ ચામર

સ્થિતિ એટલી બગડી હતી કે કુલને પોતાનું ફેમિલી વેકેશન પણ કેન્સલ કરવું પડ્યું. તો એક રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન, સ્ટારબક્સે આ આખો ઈન્સિડેન્ટ એક ભૂલ જણાવ્યો છે અને કપલને પૈસા પાછા આપવાની વાત કરી છે.

offbeat news international news