સ્પોર્ટ‍્સ રિપોર્ટરે લાઇવ શોમાં ફ્રસ્ટ્રેશન કાઢ્યું

26 December, 2022 11:19 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ રિપોર્ટરે ટ‍્વિટર પર ફ્રસ્ટ્રેશન વ્યક્ત કરતો તેનો એક વિડિયો રીપોસ્ટ કર્યો હતો

સ્પોર્ટ‍્સ રિપોર્ટર વુડલી

જ્યારે તમને જેને માટે હાયર કરવામાં ન આવ્યા હોય એવું કામ સોંપવામાં આવે તો શું થાય? અમેરિકામાં સ્પોર્ટ‍્સ રિપોર્ટર માર્ક વુડલેએ તો લાઇવ ટીવી શોમાં તેનું ફ્રસ્ટ્રેશન કાઢ્યું હતું, કેમ કે તેને બરફના વિનાશકારી તોફાનનું કવરેજ કરવા મોકલવામાં આવ્યો હતો.

બરફના તોફાન અને અત્યંત ઠંડીમાં કેડબ્લ્યુડબ્લ્યુએલના સ્પોર્ટ‍્સ રિપોર્ટરને અડધી રાતે હવામાનની સ્થિતિના કવરેજ માટે બહાર મોકલવામાં આવ્યો હતો. આ રિપોર્ટરે ટ‍્વિટર પર ફ્રસ્ટ્રેશન વ્યક્ત કરતો તેનો એક વિડિયો રીપોસ્ટ કર્યો હતો. એની સાથે તેણે લખ્યું હતું, ‘જ્યારે તમે સ્પોર્ટ‍્સ રિપોર્ટરને મૉર્નિંગ શોમાં બરફના તોફાનના કવરેજ માટે મોકલો તો આવો જ રિસ્પૉન્સ મળે.’
વિડિયોમાં તે બરફના તોફાન વચ્ચે સ્ટ્રીટમાં ઊભો રહીને એમ કહેતો જોવા મળ્યો હતો કે ‘બીજા લોકોને બહાર ન નીકળવાનું કહેવા અને અત્યંત ઠંડી અને બરફના તોફાનમાં કવરેજ કરવા માટે બહાર જવાનું સ્પોર્ટ‍્સ રિપોર્ટરને કહેવા તેના જાગવાના સામાન્ય સમયથી લગભગ પાંચ કલાક વહેલાથી વધુ સારો સમય બીજો કયો હોઈ શકે?’

વુડલી એમ પણ કહેતો જોવા મળ્યો કે ‘ગુડ ન્યુઝ એ છે કે હું હજી મારો ચહેરો ફીલ કરી શકું છું. બૅડ ન્યુઝ એ છે કે કાશ હું એમ ન કરી શકતો હોત. શું હું મારા રેગ્યુલર કામ માટે જઈ શકું? રાયન, મને ખાતરી છે કે મને ટૉર્ચર કરવાનું કોઈને ગમે એટલા માટે જ તમે લોકોએ શોમાં એક કલાક વધુ ઉમેર્યો છે.’

offbeat news international news Weather Update united states of america