લંચમાં જીવતો ઉંદર નીકળ્યો એટલે વિમાન તાત્કાલિક નીચે ઉતારવું પડ્યું

24 September, 2024 09:52 AM IST  |  Madrid | Gujarati Mid-day Correspondent

થોડા સમય પછી સૌ મુસાફરોને બીજા વિમાનમાં લઈ જવાયા હતા.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડજર્ની

આપણે ત્યાં થોડા મહિનાથી ખાવાપીવાની વસ્તુમાંથી મરેલાં વંદા, ગરોળી, દેડકો ને એવાં બધાં જીવજંતુ નીકળી રહ્યાં છે પણ સ્પેનમાં ૧૦,૦૦૦ ફુટ ઊંચે ઊડતા વિમાનમાં બેઠેલી મહિલાના પૅક્ડ લંચમાંથી જીવતો ઉંદર નીકળ્યો હતો. સ્કેન્ડિનેવિયન ઍરલાઇન્સનું વિમાન બુધવારે નૉર્વેના પાટનગર ઑસ્લોથી ઊપડ્યું હતું. વિમાનમાં પ્રવાસીઓને લંચ આપવામાં આવ્યું હતું. એક મહિલાએ લંચનું પૅકિંગ ખોલ્યું તો એમાંથી ઉંદર નીકળ્યો અને એ પણ જીવતો. થોડી વાર માટે હોહા થઈ ગઈ અને વિમાનને તાત્કાલિક ડેન્માર્કના કોપનહેગન ભણી લઈ જવું પડ્યું. થોડા સમય પછી સૌ મુસાફરોને બીજા વિમાનમાં લઈ જવાયા હતા. મહિલાની બાજુમાં બેઠેલા જારલ બોરેસ્ટેડે ફેસબુક પર આ ‘મુષક-કથા’ જણાવી હતી.

international news spain offbeat news food and drug administration madrid