હવે અવકાશમાં કરો લગ્ન, ખર્ચ વ્યક્તિદીઠ માત્ર ૧ કરોડ 

18 May, 2023 01:45 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વેબસાઇટના જણાવ્યા પ્રમાણે સ્પેસશિપ દ્વારા બલૂનને અવકાશમાં લઈ જવામાં આવશે, ત્યાં એને રિન્યુએબલ હાઇડ્રોજન દ્વારા ચલાવવામાં આવે છે

સ્પેસ બલૂન

ડેસ્ટિનેશન વેડિંગ માટે એક નવું ડેસ્ટિનેશન પણ ભવિષ્યમાં શરૂ થશે જે પૃથ્વી પર નહીં, પણ અવકાશમાં હશે. સ્પેસ ટ્રાવેલ કંપનીએ તાજેતરમાં અવકાશમાં લગ્ન કરવાની ઑફર આપી છે, જેમાં દંપતી એક મોટા બલૂનમાં બેસીને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ચક્કર મારતાં-મારતાં લગ્ન​વિધિ સંપન્ન કરી શકે છે. આ અવકાશયાન નવદંપતીને એક અનોખો અનુભવ કરાવશે. વેબસાઇટના જણાવ્યા પ્રમાણે સ્પેસશિપ દ્વારા બલૂનને અવકાશમાં લઈ જવામાં આવશે, ત્યાં એને રિન્યુએબલ હાઇડ્રોજન દ્વારા ચલાવવામાં આવે છે. આ બલૂનમાં બેસીને દંપતી પૃથ્વીની સુંદરતાને માણી શકે છે. અવકાશમાં લગ્ન કરવા માગતાં યુગલો પોતાનું નામ નોંધાવી શકે છે. જોકે બજેટ થોડું મોંઘું છે. એક સીટદીઠ ખર્ચ ૧,૨૫,૦૦૦ ડૉલર (અંદાજે ૧ કરોડ રૂપિયા) છે.       

offbeat news international news washington