ટ્રેનનો કન્ડક્ટર ૪ મિનિટ માટે બાથરૂમ ગયો એમાં ૧૨૫ ટ્રેન મોડી પડી ગઈ

02 December, 2024 03:45 PM IST  |  Seoul | Gujarati Mid-day Correspondent

સર્ક્યુલર રૂટની બહારના ટ્રૅક પર ટ્રેનના કન્ડક્ટરને બાથરૂમ જવું હતું એટલે સ્ટેશન પર ટ્રેન રોકવી પડી. બાથરૂમ સ્ટેશનના બીજા માળે હતો એટલે ત્યાં જઈને પાછો આવતાં તેને ૪ મિનિટ ૧૬ સેકન્ડ થઈ

સાઉથ કોરિયાના પાટનગર સોલની સબવે રેલવેલાઇન-ટૂ પર ટ્રેન રોકવી પડી.

સાઉથ કોરિયાના પાટનગર સોલની સબવે રેલવેલાઇન-ટૂ પર આ ઘટના બની હતી. સર્ક્યુલર રૂટની બહારના ટ્રૅક પર ટ્રેનના કન્ડક્ટરને બાથરૂમ જવું હતું એટલે સ્ટેશન પર ટ્રેન રોકવી પડી. બાથરૂમ સ્ટેશનના બીજા માળે હતો એટલે ત્યાં જઈને પાછો આવતાં તેને ૪ મિનિટ ૧૬ સેકન્ડ થઈ. આને કારણે ૧૨૫ ટ્રેન ૨૦ મિનિટથી વધુ સમય સુધી મોડી પડી અને મુસાફરો હેરાન થઈ ગયા. સોલ મેટ્રોના કહેવા પ્રમાણે સર્ક્યુલર લાઇન પર કામ કરનારા ડ્રાઇવર-કન્ડક્ટર અટક્યા વિના ૨-૪ કલાક કન્ટિન્યુ કામ કરતા હોય છે એટલે તેમની પાસે પોર્ટેબલ ટૉઇલેટ હોય છે, પણ ક્યારેક પૂરતાં ન હોય ત્યારે સ્ટેશનના ટૉઇલેટનો ઉપયોગ કરવો પડે છે.

south korea bullet train international news news world news offbeat news