12 February, 2024 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાઉથ કોરિયામાં એક કંપની તેના કર્મચારીઓને માતા-પિતા બનવાથી ૧૦૦ મિલ્યન કોરિયન વૉન (૭૫,૦૦૦ ડૉલર) ઑફર કરી રહી છે. નવાઈ પમાડતી આ વાત પાછળ કારણ એ છે કે સાઉથ કોરિયામાં જન્મદર એટલો નીચો ગયો છે કે સરકાર ઉપરાંત આવી કંપનીઓ પણ બાળક પેદા કરવા માટે કપલને પ્રોત્સાહિત કરી રહી છે. બુયૉન્ગ ગ્રુપ નામની એક કન્સ્ટ્રક્શન કંપનીએ જાહેરાત કરી હતી કે એ ૨૦૨૧થી ૭૦ બાળકોને જન્મ આપનાર સ્ટાફ-મેમ્બર્સને ૭ અબજ કોરિયન વૉન એટલે કે ૫.૨૫ મિલ્યન ડૉલર્સ ચૂકવશે જેથી બાળકના ઉછેરનો બોજ હળવો થાય. કંપનીના ચૅરમૅન લી જુંગ-ક્યુને કહ્યું કે ત્રણ નવજાત બાળકો ધરાવતા કર્મચારીઓને ૩૦૦ મિલ્યન કોરિયન વૉન (૨,૨૫,૦૦૦ ડૉલર) કૅશ આપવામાં આવશે અથવા જો સરકાર બિલ્ડિંગ માટે જમીન સપ્લાય કરે તો તેમને રેન્ટલ હાઉસિંગનો વિકલ્પ પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દેશમાં ફર્ટિલિટી રેટ ૨૦૨૨માં ૦.૮૧થી ઘટીને ૦.૭૮ સુધી પહોંચી ગયો છે.