31 August, 2023 08:10 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
આ મહિલાને ગિફ્ટમાં તેના દીકરા તરફથી અનેક ડૉલ્સ મળી છે
સોશ્યલ મીડિયા પર અત્યારે એક મહિલાનો વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના બર્થ-ડે પર દીકરાએ આપેલી ગિફ્ટ ખોલી રહી છે. એ દરમ્યાન તે ખૂબ ઇમોશનલ બની જાય છે. આ મહિલાને ગિફ્ટમાં તેના દીકરા તરફથી અનેક ડૉલ્સ મળી છે, જેને મેળવવાની આ મહિલાની બાળપણની ઇચ્છા હતી. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર ગુડ ન્યુઝ મૂવમેન્ટ નામના પેજ પર શૅર કરવામાં આવ્યો છે. એની કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે ‘તેમણે બાળપણથી જ આ ડૉલ્સને પોતાની પાસે રાખવાનું સપનું જોયું હતું. હવે તેમના બર્થ-ડે પર તેમના દીકરાએ એ સપનું સાકાર કર્યું છે.’ જોકે આ મમ્મી-દીકરાની ઓળખ આપવામાં આવી નથી. આ વિડિયોમાં મહિલાને એક પછી એક બૉક્સમાંથી ડૉલ કાઢતી જોઈ શકાય છે. એ પછી તેઓ એને ટેબલ પર લાઇનસર ગોઠવે છે. ગિફ્ટ્સ ખોલતી વખતે તેમની આંખોમાં જે ખુશીનાં આંસુ આવે છે એનાથી લોકો પણ ઇમોશનલ થઈ રહ્યા છે.