સૉફ્ટવેર એન્જિનિયરની લાયકાત ‘બહુ સારી’ છે એટલે નોકરી ન મળી

21 October, 2024 02:30 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પોસ્ટ માટેની લાયકાત ન હોય તો નોકરી નથી મળતી, પણ દિલ્હીની સૉફ્ટવેર એન્જિનિયર અનુ શર્માની લાયકાત હતી તો પણ નોકરી માટે ના આવી છે કારણ કે તેની લાયકાત બહુ સારી હતી.

સૉફ્ટવેર એન્જિનિયર અનુ શર્માની લાયકાત હતી તો પણ નોકરી માટે ના આવી છે

પોસ્ટ માટેની લાયકાત ન હોય તો નોકરી નથી મળતી, પણ દિલ્હીની સૉફ્ટવેર એન્જિનિયર અનુ શર્માની લાયકાત હતી તો પણ નોકરી માટે ના આવી છે કારણ કે તેની લાયકાત બહુ સારી હતી. ગૂગલની કર્મચારી અનુ શર્માએ એક સ્ટાર્ટઅપ ફર્મમાં નોકરી માટે અરજી કરી હતી, પરંતુ કંપનીએ તેને નોકરીએ રાખવાની ના પાડી દીધી હતી. તેને રિજેક્શન લેટર અપાયો એમાં લખ્યું હતું, ‘તમારો બાયોડેટા જોયા પછી અમને એવું લાગ્યું કે જરૂરિયાત કરતાં તમારી યોગ્યતા વધુ છે. અમારો અનુભવ છે કે વધુ યોગ્યતા ધરાવતા ઉમેદવારોને ઘણી વાર કામ અધૂરું લાગતું હોય છે અને નોકરીએ જોડાયાના થોડા જ સમયમાં નોકરી છોડી દેતા હોય છે.’ અનુ શર્માએ રિજેક્શન લેટર સોશ્યલ મીડિયા પર મૂકતાંની સાથે જ વાઇરલ થઈ ગયો હતો. કમેન્ટમાં એક વ્યક્તિએ કહ્યું હતું કે તેને લાયકાત વધુ હોવાને કારણે નહીં પણ હાઈ રૅન્કિંગ્સવાળી કૉલેજમાં ભણી હતી એટલે નોકરી નહોતી મળી.

delhi national news viral videos social media news offbeat news