ગાતી બિલાડી ગુજરી ગઈ અને સોશ્યલ મીડિયા ગમગીન થઈ ગયું

04 June, 2024 03:13 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં કાલાની પેરન્ટ એલિઝાબેથે જણાવ્યું હતું કે એની ૧૨ વર્ષની બિલાડીનું મૃત્યુ  થઈ ગયું છે.

કાલા નામની બિલાડી

સોશ્યલ મીડિયા પર ટૅલન્ટ બતાવીને માત્ર માણસો જ નહીં, પ્રાણીઓ પણ ફેમસ થઈ જાય છે. કાલા નામની એક બિલાડી એના સિંગિંગ-ટૅલન્ટને કારણે રાતોરાત વાઇરલ થઈ ગઈ હતી. ઑરેન્જ કલરની આ બિલાડીનું ‘આઇ ગો મ્યાઉં’ ગીત એટલું જાણીતું થયું હતું કે લોકો એમાં પોતાનું વર્ઝન પણ ઉમેરવા લાગ્યા હતા. એ પછી કાલા ‘ધ સિંગિંગ કૅટ’, ‘સુપરસ્ટાર કાલા’ તરીકે જાણીતી બની ગઈ હતી. જોકે તાજેતરમાં કાલાની પેરન્ટ એલિઝાબેથે જણાવ્યું હતું કે એની ૧૨ વર્ષની બિલાડીનું મૃત્યુ  થઈ ગયું છે. કાલાની વિદાય બાદ ઇન્ટરનેટ પર લોકો એને અંજલિ આપી રહ્યા છે. એલિઝાબેથે જ્યારે કાલાને અડૉપ્ટ કરી હતી ત્યારે એ બહુ નાની ઉંમરની લાગતી હતી. જોકે કાલાનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું ત્યારે ખબર પડી કે એની ઉંમર ૧૨ વર્ષ છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર લોકો કાલાના ફોટો શૅર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

offbeat news viral videos social media international news washington