એન્જિનિયરિંગની અજાયબી: બે ફુટ પહોળું આ બિલ્ડિંગ કોના માટે બન્યું હશે?

15 November, 2024 01:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણ માળનું આ બિલ્ડિંગ માત્ર બેથી અઢી ફુટનું જ હોય એવું જણાય છે

પાતળું બિલ્ડિંગ

સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર થયો છે જેમાં એક એટલું પાતળું બિલ્ડિંગ છે જેમાં કોઈ ખરેખર રહી શકતું હશે કે કેમ એ સવાલ છે. ત્રણ માળનું આ બિલ્ડિંગ માત્ર બેથી અઢી ફુટનું જ હોય એવું જણાય છે. જોકે નવાઈ એ છે કે એની આગળની બાજુએ દુકાનનાં શટર, બાલ્કની અને ઍર-કન્ડિશનર ઇન્સ્ટૉલ કરેલું હોય એવું દેખાય છે. બે ફુટ પહોળું આ ઘર ખરેખર કોને માટે બનાવાયું હશે એની ચર્ચા સોશ્યલ મીડિયામાં જાગી છે. લોકો કહે છે કે આ બિલ્ડિંગ તો એન્જિનિયરિંગનો અજૂબો જ કહેવાય. કેમ કે બે-ત્રણ ફુટ પહોળું આ ઘર ઘણું ઊંચું છું. એની અંદર કોઈ જઈ શકતું હશે કે કેમ એ પણ નવાઈ છે. કોઈકે કમેન્ટ કરી છે કે આ ઘર માણસો માટે નહીં, જીવજંતુઓ માટે બન્યું છે.

offbeat news national news india social media