સાપને લીધે આખા ઉજ્જૈનને પાણી ન મળ્યું

06 November, 2024 05:05 PM IST  |  Ujjain | Gujarati Mid-day Correspondent

ઉજ્જૈનને રોજ ગંભીર નદીમાંથી પાણી પૂરું પડાય છે, પણ રવિવારે ગંભીર ડૅમમાંથી પાણી આવતું બંધ થઈ ગયું

પ્રતીકાત્મક તસવીર

મહાકાલબાબાની નગરી ઉજ્જૈને સોમવારે પાણી વિના રહેવું પડ્યું હતું. ઉજ્જૈનને રોજ ગંભીર નદીમાંથી પાણી પૂરું પડાય છે, પણ રવિવારે ગંભીર ડૅમમાંથી પાણી આવતું બંધ થઈ ગયું. જિલ્લા તંત્રએ કર્મચારીઓને ઇન્ટેક વેલની પૅનલમાં તપાસ કરવા મોકલ્યા. કર્મચારીઓએ પૅનલમાં જોયું તો બાવીસ ફુટ જેટલો લાંબો સાપ હતો. જોકે સાપ મરી ગયો હતો, પણ એ સાપને કારણે પાણી પહોંચાડવાની સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. વન વિભાગની ટીમે મરેલો સાપ પાણીમાંથી કાઢી લીધો અને ઇરિગેશનની ટીમે સિસ્ટમ રિપેર કરી. જોકે શહેરને પાણી પૂરું પાડતી ટાંકીઓ ભરાઈ નહોતી એટલે સોમવારે આખું શહેર પાણી વગર રહ્યું હતું.

ujjain Water Cut national news news offbeat news