midday

નથિંગ ડે : આ છે કંઈ જ નહીં કરવાનો દિવસ, આ દિવસે લોકો રહે છે રિલૅક્સ અને ચિલ

18 January, 2025 04:07 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કૅલિફૉર્નિયાના કૅપિટોલા સ્થિત નૅશનલ નથિંગ ફાઉન્ડેશને અમેરિકાના ચેઝ કૅલેન્ડર ઑફ ઇવેન્ટ્સમાં એને સ્થાન આપ્યું છે.
નથિંગ ડે

નથિંગ ડે

રોજ આપણે કામ કરીએ છીએ અને થાકી જઈએ છીએ, પણ જીવનની પરેશાનીઓમાં આપણે જીવન જીવવાનું ભૂલી જઈએ છીએ એટલે આપણી ખુદની સમસ્યાઓમાંથી આપણા પોતાના માટે સમય કાઢવા માટે અમેરિકામાં ૧૯૭૩થી નથિંગ ડે મનાવવામાં આવે છે જેનો આઇડિયા અમેરિકન અખબાર માટે કૉલમ લખતા હૅરોલ્ડ પુલમૅન કૉફિનને ૧૯૭૨માં આવ્યો હતો. અમેરિકામાં ૧૬ જાન્યુઆરીને લોકો નૅશનલ નથિંગ ડેના રૂપમાં મનાવે છે. આ દિવસે લોકો આરામમાં રહે છે, ચિલ કરે છે અને કંઈ વિચારતા નથી, બસ આરામ કરે છે. આ દિવસે લોકો ખુદની સાથે રહેવાનું પસંદ કરે છે.

હેરોલ્ડ કૉફિનનું માનવું હતું કે એક દિવસ એવો હોય જ્યારે કોઈ કંઈ ના કરે, જેને જે રીતે જીવવું હોય એમ જીવે. આ દિવસ લાઇફ ઊજવવાનો દિવસ છે. એ જતાવવાનો દિવસ છે કે ક્યારેક ખુદને પણ આરામની જરૂર છે. દુનિયાભરના લોકો ઇચ્છે છે કે લોકો પોતાના પગ પર ઊભા રહે, કામ કરે, કમાય અને ઉત્પાદક બને. જોકે આ દિવસે લોકો માથા પર કામનું પ્રેશર રાખતા નથી.

અમેરિકામાં લોકો આ દિવસ મનાવે છે અને એ દિવસે કોઈ ઑફિશ્યલ રજા હોતી નથી, પણ કૅલિફૉર્નિયાના કૅપિટોલા સ્થિત નૅશનલ નથિંગ ફાઉન્ડેશને અમેરિકાના ચેઝ કૅલેન્ડર ઑફ ઇવેન્ટ્સમાં એને સ્થાન આપ્યું છે.

united states of america international news news world news offbeat news