સિક્કિમમાં ટ્રાફિક મૅનેજમેન્ટનું કામ AI સંભાળશે

21 May, 2024 10:03 AM IST  |  Gangtok | Gujarati Mid-day Correspondent

પૂર્વોત્તરના રાજ્ય સિક્કિમમાં આવતા શનિવારથી ટ્રાફિક મૅનેજમેન્ટ માટે AI આધારિત સિસ્ટમ લાગુ થઈ જ

પ્રતીકાત્મક તસવીર

હવે રોજબરોજના જીવનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની ઉપસ્થિતિ સતત વધી રહી છે. પૂર્વોત્તરના રાજ્ય સિક્કિમમાં આવતા શનિવારથી ટ્રાફિક મૅનેજમેન્ટ માટે AI આધારિત સિસ્ટમ લાગુ થઈ જશે. આ સાથે દિલ્હી પછી સિક્કિમ દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં ટ્રાફિક મૅનેજમેન્ટ માટે AIની મદદ લેવામાં આવી હોય. આ સિસ્ટમ લાગુ થતાં રસ્તા પર વાહનોની સંખ્યાના આધારે ટ્રાફિક-સિગ્નલ પર ગ્રીન કે રેડ લાઇટ્સના સમયમાં ફેરફાર થશે. સાથે જ ગેરકાયદે વાહનોની ઓળખ પણ કરી શકાશે. આ પહેલાં દિલ્હીમાં ટ્રાફિક-સિગ્નલ્સ પર AIથી સજ્જ કૅમેરા બેસાડવામાં આવ્યા હતા.

sikkim offbeat news national news