રેલવે-બ્રિજ પર કપલ વિડિયો-શૂટ કરાવી રહ્યું હતું ત્યારે અચાનક ટ્રેન આવતા જીવ બચાવવા ૯૦ ફુટ ઊંડી ખીણમાં ખાબક્યું

16 July, 2024 02:30 PM IST  |  Pali | Gujarati Mid-day Correspondent

૯૦ ફુટ ઊંડી ખીણમાં પથ્થર પર પડવાને કારણે બન્નેને ગંભીર ઈજા થઈ છે.

રેલવે-બ્રિજ પર કપલ વિડિયો-શૂટ કરાવી રહ્યું હતું ત્યારે અચાનક ટ્રેન આવી જતાં જીવ બચાવવા ૯૦ ફુટ ઊંડી ખીણમાં ખાબક્યું

રાજસ્થાનના પાલીમાં આવેલા એક રેલવે-બ્રિજ પર એક યુગલ ટ્રૅકની કિનારીએ ઊભું રહીને રોમૅન્ટિક વિડિયોગ્રાફી શૂટ કરાવી રહ્યું હતું ત્યારે અચાનક એ જ ટ્રૅક પર ટ્રેન આવતી દેખાઈ. રાહુલ મેવાડા અને તેની વાઇફ જાનવી બગડી નગરથી ખાસ આ બ્રિજ પર બાઇકથી સવારી કરીને આવ્યાં હતાં અને પાલીના ગોરમઘાટના હેરિટેજ બ્રિજ પર ફોટોશૂટ કરવાનું નક્કી કર્યું. મોટા ભાગે એ સમયે એ ટ્રૅક પર ટ્રેન નથી આવતી, પણ અચાનક એક ટ્રેન હૉર્ન મારતી આવી પહોંચી. એ વખતે રાહુલનાં બહેન-બનેવી પણ ત્યાં હતાં, પણ ટ્રેનને જોઈને એ બન્ને ત્યાંથી બ્રિજ પરથી ઊતરી જવામાં સફળ રહ્યાં હતાં, પણ રાહુલ અને જાનવી ફોટોશૂટમાં એટલાં મશગૂલ હતાં કે બૂમો પાડવા છતાં તેમને ખબર ન પડી. જ્યારે છેક ટ્રેન માથે આવી ગઈ ત્યારે જીવ બચાવવા બન્નેએ છેલ્લી ઘડીએ બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. ૯૦ ફુટ ઊંડી ખીણમાં પથ્થર પર પડવાને કારણે બન્નેને ગંભીર ઈજા થઈ છે. જાનવીને પગમાં ફ્રૅક્ચર થયું છે, જ્યારે રાહુલને સ્પાઇનની ગંભીર ઇન્જરી થઈ છે.

rajasthan offbeat news viral videos social media national news