ઇન્ડિગો ઍરલાઇન્સે ૪૫,૦૦૦નો સામાન ખોઈ નાખી પૅસેન્જરને ૨૪૫૦ રૂપિયા આપ્યા

27 August, 2024 12:25 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મોનિક શર્માના મિત્રે સોશ્યલ મીડિયા પર આખી ઘટનાની જાણ કરી ત્યારે ઇન્ડિગોના સોશ્યલ મીડિયા ટીમના કર્મચારીએ તેમનો સંપર્ક કર્યો છે અને આ બાબતે ઘટતું કરવાની ધરપત આપી છે.

આસામના મોનિક શર્મા

આસામના મોનિક શર્મા મહિના પહેલાં કલકત્તાથી ઇન્ડિગોની ફ્લાઇટમાં ગુવાહાટી જવા બેઠા હતા. પોતે ગુવાહાટી પહોંચી ગયા પણ મહિના પછીયે તેમનો સામાન ગુવાહાટી ન પહોંચ્યો. તેમની બૅગમાં ૫૪,૦૦૦ રૂપિયાનો સામાન હતો. એ સિવાય ડ્રાઇવિંગ લાઇસન્સ, પૅન, આધાર કાર્ડ જેવી અગત્યની વસ્તુઓ હતી. બૅગ ન મળી હોવાથી મોનિક શર્માએ ઍરલાઇન્સને કહ્યું ત્યારે વળતરમાં માત્ર ૨૪૫૦ રૂપિયા આપવાની રજૂઆત કરી. મોનિક શર્માના મિત્રે સોશ્યલ મીડિયા પર આખી ઘટનાની જાણ કરી ત્યારે ઇન્ડિગોના સોશ્યલ મીડિયા ટીમના કર્મચારીએ તેમનો સંપર્ક કર્યો છે અને આ બાબતે ઘટતું કરવાની ધરપત આપી છે. ઍરલાઇનનો બૅગ ખોવાઈ જાય તો કિલોગ્રામ દીઠ વધુમાં વધુ ૩૫૦ રૂપિયા ચૂકવવાનો નિયમ છે.

indigo offbeat news national news new delhi kolkata