મસ્કની ૪.૬૬ લાખ કરોડ રૂપિયાની સૅલેરીનો તેની જ કંપનીમાં થયો વિરોધ

23 May, 2024 04:03 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

શૅરધારકોએ આ સૅલેરી પૅકેજનો અસ્વીકાર કરવા માટે મસ્કને વિનંતી કરી છે.

ઇલૉન મસ્ક

દર બીજા દિવસે કોઈક ને કોઈક કારણસર ન્યુઝમાં ચમકતા રહેલા ઇલૉન મસ્ક ફરી એક વાર ચર્ચામાં છે. અમેરિકી કાર-કંપની ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ઇલૉન મસ્ક વાર્ષિક ૫૬૦૦ કરોડ ડૉલર (આશરે ૪.૬૬ લાખ કરોડ રૂપિયા) સૅલેરી લે છે. હવે કંપનીના શૅરધારકોએ મસ્કના આ અધધધ પૅકેજ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. શૅરધારકોએ આ સૅલેરી પૅકેજનો અસ્વીકાર કરવા માટે મસ્કને વિનંતી કરી છે. જોકે કંપનીના બોર્ડે આ મુદ્દે ફરી વિચારણા કરવા શૅરધારકોને અપીલ કરી છે.

elon musk twitter offbeat news international news