06 September, 2024 05:21 PM IST | Japan | Gujarati Mid-day Correspondent
જપાનની હોટેલમાં લોકોનું સ્વાગત થપ્પડથી થાય છે
જપાનમાં એક રેસ્ટોરાંની વિચિત્ર પ્રથા છે. નાગોયામાં આવેલી શાચિહોકોયા-યા રેસ્ટોરાંમાં જમવા આવતા લોકોનું સ્વાગત થપ્પડ મારીને કરવામાં આવે છે. વેઇટ્રેસના હાથે થપ્પડ ખાવા માટે લોકો ૩૦૦ યેન એટલે કે ૧૭૦ રૂપિયા જેટલો ખર્ચ પણ કરે છે. વેઇટ્રેસ પરંપરાગત જપાની પોશાક પહેરીને લોકોના સ્વાગત માટે તૈયાર ઊભી હોય છે. વેઇટ્રેસના હાથની થપ્પડ ખાઈને ઘણા લોકો ચક્કર ખાઈને પડી પણ જાય છે. આ પરંપરાને કારણે જ રેસ્ટોરાં વધુ પ્રખ્યાત બની હોવાનું કહેવાય છે. શાચિહોકોયા-યા રેસ્ટોરાં ૨૦૧૨માં શરૂ થઈ હતી. કોઈક કારણસર બંધ કરવી પડે એવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પછી થપ્પડ મારવાનો કન્સેપ્ટ લવાયો. રેસ્ટોરાંમાં આવતા લોકોને વેઇટ્રેસ થપ્પડ મારતી હતી અને એ જોવા માટે લોકોની ભીડ જામવા લાગી અને એ રીતે રેસ્ટોરાં પ્રખ્યાત થઈ ગઈ.