કલકત્તાના સોનાગાછીએ ઑફર કરી રેપ શું કામ કરો છો, અહીં આવો

25 August, 2024 12:48 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

સોનાગાછી વિસ્તાર માટે કામ કરનારાં કાઉન્સેલર રાજશ્રી બિષ્ટને જ્યારે ‘રેપ રોકવા શું કરવું જોઈએ’ એવો સવાલ પુછાયો

કલકત્તાના સોનાગાછીએ ઑફર કરી રેપ શું કામ કરો છો, અહીં આવો

કલકત્તાની આર. જી. કર મેડિકલ કૉલેજમાં બનેલી બળાત્કાર અને હત્યાની ઘટના પછી દેશઆખામાં હોબાળો મચી ગયો છે, મહિલાઓ થથરી ગઈ છે, લોકો રોષે ભરાયા છે, ટીવી પર ડિબેટ યોજાય છે અને સોશ્યલ મીડિયામાં સ્ટેટસ મુકાય છે, પરંતુ બળાત્કાર જેવી ઘટનાઓ શા માટે બને છે એનો ઉકેલ કોઈ પાસે નથી. જોકે કલકત્તાના રેડલાઇટ એરિયા સોનાગાછીએ એક ઑફર કરી છે. સોનાગાછી વિસ્તાર માટે કામ કરનારાં કાઉન્સેલર રાજશ્રી બિષ્ટને જ્યારે ‘રેપ રોકવા શું કરવું જોઈએ’ એવો સવાલ પુછાયો ત્યારે તેમણે કહ્યું કે સવાલ વિચાર માગી લે એવો છે. કોઈએ રેપ શા માટે કરવો જોઈએ? અહીં સોનાગાછીમાં આવો. આટલો મોટો રેડલાઇટ એરિયા છે. ૨૦, ૩૦ કે ૫૦ રૂપિયામાં અહીંની છોકરીઓ તમારે માટે તૈયાર બેઠી છે તો પછી રસ્તે જતી મહિલા કે ડૉક્ટર કે કોઈ પણ સ્ત્રી પર બળાત્કાર કરવાની શી જરૂર છે?

kolkata Rape Case Crime News sexual crime offbeat news national news