midday

પૂરપાટ દોડતી ટ્રેનની છત પર બેસીને ફેરિયાે ભેળ વેચવા નીકળ્યો

17 November, 2024 05:49 PM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

દિવાળીનો તહેવાર હોય કે ગિરનારની પરિક્રમા હોય ત્યારે રેલવે-સ્ટેશન પર એટલીબધી ભીડ હોય છે કે લોકો ટ્રેનના ટૉલેટમાં પણ ઘૂસી જાય છે તો કેટલાક લોકો છત પર બેસી જાય છે.
સ્પીડમાં દોડતી ટ્રેનની છત પર બેઠો છે અને ભેળ બનાવીને લોકોને આપી રહ્યો છે.

સ્પીડમાં દોડતી ટ્રેનની છત પર બેઠો છે અને ભેળ બનાવીને લોકોને આપી રહ્યો છે.

દિવાળીનો તહેવાર હોય કે ગિરનારની પરિક્રમા હોય ત્યારે રેલવે-સ્ટેશન પર એટલીબધી ભીડ હોય છે કે લોકો ટ્રેનના ટૉલેટમાં પણ ઘૂસી જાય છે તો કેટલાક લોકો છત પર બેસી જાય છે. એ સવારી જોખમી જ છે, પણ બંગલાદેશમાં આવી મુસાફરી બહુ સામાન્ય ગણાય છે. ત્યાંનો એક વિડિયો વાઇરલ થયો છે એણે ખાસ્સી ચર્ચા જગાવી છે. એક ફેરિયો ફુલ સ્પીડમાં દોડતી ટ્રેનની છત પર બેઠો છે અને ભેળ બનાવીને લોકોને આપી રહ્યો છે.

Whatsapp-channel
bangladesh dhaka diwali festivals indian railways viral videos social media national news offbeat news