દરિયામાં ઑઇલ ઢોળાયું હોવાનું જણાયું, પણ નીકળ્યાં બતક

08 January, 2023 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષની ૨૧ ડિસેમ્બરે મકિનાકરિજ ઑથોરિટીને ડાઇવર્સના ફોન-કૉલ્સ મળવા શરૂ થયા હતા

દરિયામાં ઑઇલ ઢોળાયું હોવાનું જણાયું, પણ નીકળ્યાં બતક

મિશિગનમાં મકિનાક સામુદ્રધુનીમાં તેલ ઢોળાયું હોવાનું પહેલી નજરે અનેક જણને જણાયું હતું. જોકે, વાસ્તવમાં હજારો બતક તેમ જ અન્ય દરિયાઈ પક્ષીઓનો મેળાવડો જામ્યો હતો. ગયા વર્ષની ૨૧ ડિસેમ્બરે મકિનાકરિજ ઑથોરિટીને ડાઇવર્સના ફોન-કૉલ્સ મળવા શરૂ થયા હતા, જેમાં તેમણે દરિયાની સપાટી પર તેલ પ્રસર્યું હોવાની ફરિયાદ કરી હતી. દિવસો પસાર થવાની સાથે આવા કૉલ્સનું પ્રમાણ પણ વધ્યું હતું, જેમાં દરિયાની સપાટી પરનું તેલ ઉત્તરોત્તર વધી રહ્યું હોવાનું જણાવાઈ રહ્યું હતું. જોકે અધિકારીઓએ તપાસ કરતાં દરિયાની સપાટી પર દેખાતી કાળાશ એના પર પ્રસરેલા તેલને કારણે નહીં, પરંતુ લાલ માથું ધરાવતા બતકને કારણે હતી, જે વિક્રમી સંખ્યામાં અહીં જમા થયાં હતાં. શરૂઆતમાં જ્યારે ગણતરી કરી ત્યારે લગભગ ૭૦૦૦ જેટલાં બતક એકઠાં થયાં હતાં, જેની સંખ્યા સતત વધી રહી હતી અને હાલમાં અહીં હજારો બતક જમા થયાં છે.

આ બતકના કેટલાક ફોટો લેનાર મિશિગનના પક્ષી-નિરીક્ષકના મતે બતકની સંખ્યા ૨૫,૦૦૦ કરતાં વધુ હોઈ શકે છે. શિયાળામાં બતક મેક્સિકોની ખાડી તરફ સ્થળાંતર કરવાની તૈયારીમાં હોવાથી આ એક સામાન્ય બાબત છે.

offbeat news