કેરલામાં કુદરતનું પેઇન્ટિંગ જોઈને નેટિઝન્સ બોલી ઊઠ્યા, ‘વાઉ’

23 April, 2023 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેરલા એના અદ્ભુત કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. હરિયાળી, સાંસ્કૃતિક વારસો અને વિશાળ ગાર્ડન અહીં જોવા મળે છે.

કેરલામાં કુદરતનું પેઇન્ટિંગ

કેરલા એના અદ્ભુત કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. હરિયાળી, સાંસ્કૃતિક વારસો અને વિશાળ ગાર્ડન અહીં જોવા મળે છે. હવે લીલોતરીથી ભરપૂર ટેકરીઓની વચ્ચે વળાંકવાળા રસ્તા બતાવતો એક શૉર્ટ વિડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. સિદ્ધાર્ત બકરિયા દ્વારા ટ્વિટર પર આ વિડિયો શૅર કરવામાં આવ્યો છે, જેમાં સૂર્યની લાલીમા વચ્ચે કૅમેરા પર્વતીય વિસ્તારની સુંદરતા તરફ ઝૂમ થાય છે. આ પોસ્ટની કૅપ્શનમાં લખવામાં આવ્યું હતું, ‘આ સુંદરતાને વર્ણવવા માટે કોઈ શબ્દો નથી. કેરલામાં લોકેશન ગેસ કરો.’ આ વિડિયો વાસ્તવમાં ઇદુક્કી જિલ્લાના મુન્નારનો છે.

offbeat news kerala