29 December, 2022 09:52 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
સ્ટનિંગ નાયગરા
અમેરિકા અને કૅનેડાને તાજેતરમાં બરફના તોફાને હચમચાવી દીધાં હતાં, જેની લાખો લોકોને અસર થઈ હતી. જોકે આ તોફાન બાદ ટૂરિસ્ટ સ્પૉટ નાયગરા ધોધ ખાતે મંગળવારે શાનદાર નજારો જોવા મળ્યો હતો. એરિયલ વ્યુમાં નાયગરા ધોધનો અમુક ભાગ થીજી ગયેલો જોવા મળ્યો હતો. સાથે જ મેઘધનુષે આ વ્યુની સુંદરતાને વધારી દીધી હતી.