04 April, 2023 11:38 AM IST | Antarctica | Gujarati Mid-day Correspondent
પૅસિફિક સમુદ્રમાં આવેલા મૅકવરી ટાપુના નગેટ બીચ પર પેન્ગ્વિનનાં ટોળાં
બરફથી છવાયેલા ઍન્ટાર્કટિકા ખંડમાં ૨૦મી સદીની શરૂઆતમાં ખેડાણ માટે ગયેલા બ્રિટન અને ઑસ્ટ્રેલિયાના લોકો દ્વારા લેવામાં આવેલા બ્લૅક ઍન્ડ વાઇટ ફોટોને નૅશનલ આર્કાઇવ્ઝ ઑફ ઑસ્ટ્રેલિયા અને ધ ઑસ્ટ્રેલિયન ઍન્ટાર્કટિક ડિવિઝન દ્વારા નવેસરથી ડિજિટાઇઝ કરવામાં આવ્યા હતા. એમાં ૧૯૧૦માં જે કઠિન પરિસ્થિતિ, એ સમયનું વન્યજીવન અને અભિયાનમાં જોડાયેલા લોકોના રોજિંદા જીવન વિશેની માહિતી મળે છે. ઑસ્ટ્રેલિયાના નૅશનલ આર્કાઇવ્ઝના ડિરેક્ટર જનરલ સિમોન ફ્રાઉડે કહ્યું કે મને આનંદ છે કે ભવિષ્યની પેઢી ઍક્સેસ કરી શકે એ માટે આ સંગ્રહ નૅશનલ આર્કાઇવ્ઝમાં સાવવામાં આવશે. આ ફોટો ઍન્ટાર્કટિકામાં ઑસ્ટ્રેલિયાના સંશોધનનું દસ્તાવેજીકરણ છે. સંશોધકોએ જે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો હતો એની ઝલક આપે છે.
એક વિશાળ હિમશિલા નજીક ઊભેલી વ્યક્તિ.