આ સ્કૂલમાં ઠોઠ નિશાળિયાઓને ઍડ્‍મિશન મળે છે, ફી પણ નથી લેવાતી

21 October, 2024 02:31 PM IST  |  Ladakh | Gujarati Mid-day Correspondent

લદ્દાખમાં સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ ઍન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઑફ લદ્દાખ (SECMOL) નામની સ્કૂલ છે. એ છે તો સ્કૂલ જ, પણ બીજી બધી બીબાઢાળ સ્કૂલો કરતાં સાવ નોખી છે

લદ્દાખમાં સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ ઍન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઑફ લદ્દાખ (SECMOL) નામની સ્કૂલ

લદ્દાખમાં સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ ઍન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઑફ લદ્દાખ (SECMOL) નામની સ્કૂલ છે. એ છે તો સ્કૂલ જ, પણ બીજી બધી બીબાઢાળ સ્કૂલો કરતાં સાવ નોખી છે. અહીં વારંવાર નાપાસ થતા હોય એવા ઠોઠ નિશાળિયા ગણાતા વિદ્યાર્થીઓને ઍડ્‍મિશન અપાય છે. ખાવાપીવા માટે દર મહિને ૨૦૦૦ રૂપિયા લેવાય છે, બાકી કોઈ ફી નથી લેવાતી અને બીજી સ્કૂલો કરતાં ભણતર પણ જુદું જ છે. આ સ્કૂલ ‘થ્રી ઇડિયટ્સ’થી જાણીતા થયેલા સોનમ વાંગચૂક અને બીજા લોકો કૉલેજમાં હતા ત્યારે તેમણે ૧૯૮૮માં શરૂ કરી હતી. અહીં વિદ્યાર્થીઓને પ્રૅક્ટિકલ સાયન્સ નૉલેજથી માંડીને સામાજિક મુદ્દા, પબ્લિક સ્પીકિંગ, ગાર્ડનિંગ, પશુઓ અને વૃક્ષોનો ખ્યાલ રાખવો, લદ્દાખનાં પરંપરાગત ગીતો, નૃત્ય અને સંસ્કૃતિ સાથે જોડાયેલી બાબતો શીખવાડાય છે. ૨૦ એકરમાં પથરાયેલો આખો સ્કૂલ-કૅમ્પસ સૌરઊર્જાથી ચાલે છે. અહીં વિદ્યાર્થીઓ જ મૅનેજમેન્ટ કરે છે.

ladakh Education national news news offbeat news