અબજો રૂપિયાનું સોનું-ચાંદી લઈને ડૂબેલા જહાજની શરૂ થઈ શોધખોળ

20 March, 2024 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જહાજ ડૂબતાં પહેલાં રિપેરિંગ અને વધારાનો કાર્ગો લોડ કરવા માટે કેડિઝના સ્પૅનિશ પોર્ટ પર થોભ્યું હતું.

મર્ચન્ટ રૉયલ નામનું જહાજ

૧૬૪૧ની ૨૩ સપ્ટેમ્બરે મર્ચન્ટ રૉયલ નામનું જહાજ ઇંગ્લૅન્ડના કૉર્નવૉલના દરિયામાં ડૂબી ગયું હતું. આ જહાજની શોધખોળ સદીઓથી થઈ રહી છે, કારણ કે એમાં ૪ અબજ પાઉન્ડનું સોનું-ચાંદી હતાં. આ જહાજનો કાટમાળ શોધવામાં હજી સુધી કોઈને સફળતા નથી મળી, પરંતુ યુકેની મલ્ટિબીમ સર્વિસિસ નામની કંપનીનું માનવું છે કે તેઓ અદ્યતન ટેક્નૉલૉજીની મદદથી આ મહાકાય જહાજનો ભંગાર શોધી કાઢશે. આખું વર્ષ ચાલનારા આ સર્ચમાં માનવરહિત અન્ડરવૉટર જહાજ અને અડ્વાન્સ્ડ સોનાર ટેક્નૉલૉજીનો ઉપયોગ થશે. અલ ડોરાડો ઑફ ધ સીઝ તરીકે ઓળખાતું આ જહાજ ૧૭મી સદીમાં ડૂબ્યું ત્યારે એ ડાર્ટમાઉથ તરફ જઈ રહ્યું હતું. જહાજ ડૂબતાં પહેલાં રિપેરિંગ અને વધારાનો કાર્ગો લોડ કરવા માટે કેડિઝના સ્પૅનિશ પોર્ટ પર થોભ્યું હતું.

offbeat videos offbeat news social media viral videos england