ઝેરી વીંછી બૅગમાં કેન્યાથી આયરલૅન્ડ પહોંચી ગયો, છતાંય ખબર ન પડી...

09 February, 2024 10:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પ્રકારના વીંછીનો ડંખ જીવલેણ નથી હોતો, પરંતુ ડંખ મારે તો એના ઝેરથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે અને સખત પીડા થઈ શકે.

ઝેરી વીંછી

એક ઝેરી વીંછીએ કેન્યાથી આયરલૅન્ડ સુધીની સફર ટ્રાવેલર્સ લગેજમાં કરી હતી અને એની જાણ થાય એનાં બે સપ્તાહ સુધી તે ઘરમાં રહ્યો હતો. કાઉન્ટી કિલકેનીમાં નૅશનલ રેપ્ટાઇલ ઝૂના માલિક અને ઝૂના ડિરેક્ટર જેમ્સ હેનેસીએ જણાવ્યું કે કેન્યાથી આવી પહોંચ્યા બાદ આ મહિલાએ પોતાની બૅગ બેડરૂમમાં મૂકી દીધી હતી. બે સપ્તાહ બાદ મહિલાએ બૅગ ખોલતાં એમાં વીંછી હોવાનું જણાયું હતું. સદનસીબે આ મહિલા જે ઘરમાં રહેતી હતી ત્યાં નીચેનો ફ્લોરમાં હીટિંગ હતું એથી વીંછીને ગરમાટો મળ્યો હતો, એમ હેનેસીએ જણાવ્યું હતું. હવે આ વીંછી બાકીના દિવસોમાં નૅશનલ રેપ્ટાઇલ ઝૂના વેનોમસ યુનિટમાં આરામથી રહેશે. એનો ઉપયોગ શૈક્ષણિક ઉદ્દેશસર કરવામાં આવશે. આ પ્રકારના વીંછીનો ડંખ જીવલેણ નથી હોતો, પરંતુ ડંખ મારે તો એના ઝેરથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે અને સખત પીડા થઈ શકે.

offbeat videos offbeat news social media wildlife