કાર્નિવલની ક્વીન

17 February, 2023 11:24 AM IST  |  Tenerife | Gujarati Mid-day Correspondent

ક્વીન ઑફ કાર્નિવલના ઉમેદવારો પાંચ મીટરથી ઊંચા અને ૮૦ કિલો કરતાં વધુ વજનના કૉસ્ચ્યુમ પહેરે છે.

કાર્નિવલની ક્વીન

સ્પૅનિશ કૅનેરી ટાપુ ટેનેરાઇફ પર સૅન્ટા ક્રૂઝ ડી ટેનેરાઇફમાં સૅન્ટા ક્રૂઝના કાર્નિવલ દરમ્યાન ૧૫ ફેબ્રુઆરીએ કાર્નિવલની ક્વીન ઍડ્રિયાના પેના ડિઝાઇનર સેન્ટી કાસ્ટ્રોના પોશાક સાથે. ક્વીન ઑફ કાર્નિવલના ઉમેદવારો પાંચ મીટરથી ઊંચા અને ૮૦ કિલો કરતાં વધુ વજનના કૉસ્ચ્યુમ પહેરે છે. રિયો ડી જાનેરો પછી વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય અને જાણીતો સૅન્ટા ક્રૂઝ ડી ટેનેરાઇફ કાર્નિવલ ઉત્સવ મનાય છે. આ કાર્નિવલમાં કાર્નિવલ ક્વીન, બાળકો તેમ જ પુખ્ત વયના લોકો પણ શેરીઓમાં પર્ફોર્મન્સ આપે છે. 

offbeat news international news spain culture news