20 May, 2023 10:26 AM IST | California | Gujarati Mid-day Correspondent
રૅન્ડી વિલિયમ્સ
સૅન ડીએગોના વતની રૅન્ડી વિલિયમ્સે મૉન્ગોલિયાના રણમાં વિચરતી પ્રજા દ્વારા ઉપયોગમાં લેવાતા વર્તુળાકાર ટેન્ટ યુરટમાં ઊંઘ લીધી છે, અફઘાનિસ્તાનના સુરક્ષિત ઘરમાં રાત વિતાવી છે અને બ્રુનેઇમાં તરતા ગામમાં પણ નીંદર માણી છે. એ ઉપરાંત સોમાલિયામાં બુલેટપ્રૂફ કારમાં સાઇટ-સીઇંગની મજા માણી છે. જોકે આફ્રિકાના બુર્કિના ફાસોમાં મગર પર બેસવાના આમંત્રણને તેમણે નકાર્યું હતું. વિશ્વના તમામ દેશોની સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણવા નીકળેલા આ સૅન ડીએગોના વતનીનાં આ તો થોડાં જ સાહસોનું વર્ણન છે. વાસ્તવમાં તેણે પૉપકૉર્ન સ્ટૅન્ડના સ્ક્વેર, આનંદ માણતા અને હાસ્યની છોળો ઉડાડતા પરિવાર સાથે લિબિયાનું રોજિંદું જીવન અનુભવ્યું છે.
આવતા મહિને તે યુએન દ્વારા માન્યતા પામેલા ૧૯૩ દેશોમાંના તેની યાદીમાંના છેલ્લા દેશની મુલાકાત લેવાનો છે અને તુર્કમેનિસ્તાનમાં પ્રવેશીને અનેક વર્ષોના તેના પ્રવાસની યાદીને પૂર્ણ કરશે.
સેન્ટ્રલ એશિયાના ૧૦૦થી અલગ-અલગ અને રહસ્યમયી દેશ તુર્કમેનિસ્તાન ચાર વર્ષ સુધી બંધ રહ્યા બાદ હાલમાં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું હોવાથી અત્યાર સુધી એનો પ્રવાસ અટક્યો હતો. ગયા મહિને તેણે સિરિયાનો પ્રવાસ કર્યો હતો જે યાદીમાં ૧૯૨મા સ્થાને છે. સિરિયામાં રૅન્ડી વિલિયમ્સ બીજો પ્રવાસી હતો, જેને મહામારી પછી પ્રવાસની મંજૂરી મળી હતી. વિલિયમ્સે ૪૦ વર્ષની વયે પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો, જે સેન્ટ્રલ અને સાઉથ અમેરિકન દેશોનો હતો. હવે તુર્કમેનિસ્તાનના પ્રવાસ સમયે તેની વય ૪૬ વર્ષ છે.