22 May, 2024 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૮૬ વર્ષના રતન તાતા અને ૫૧ વર્ષના સચિન તેન્ડુલકર
સચિન તેન્ડુલકરે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર તાતા ગ્રુપના ભૂતપૂર્વ ચૅરમૅન રતન તાતા સાથેની મુલાકાતનો ફોટો શૅર કર્યો હતો. આ મુલાકાત દરમ્યાન ૮૬ વર્ષના રતન તાતા અને ૫૧ વર્ષના સચિન તેન્ડુલકરે ઑટોમોબાઇલ, વન્યજીવ સંરક્ષણ, સમાજ માટે કંઈક કરવાની પ્રતિબદ્ધતા અને શ્વાનો વિશે વાતો કરી હતી. રવિવારે યોજાયેલી આ મુલાકાતને સચિને યાદગાર ગણાવી હતી. સચિને કહ્યું હતું કે આ પ્રકારના સંવાદો અમૂલ્ય હોય છે અને એ આપણને યાદ દેવડાવે છે કે આપણાં પૅશન જીવનમાંકેવો આનંદ લાવી શકે છે.